VIDYASAHAYAK BHARTI RELATED NEWS
-->www.patidarsachin.comગુજરાત સરકાર દ્વારા ધો.૬ થી ૮ માટે ૪૩પ૧ વિદ્યાસહાયકોની ભરતી તા.ર૭/૧૧/૧૪ થી ૮-૧ર-૧ર, બપોરે ૩ વાગ્યા સુધી અરજી કરી શકાશે : ગણિત-વિજ્ઞાન, વિવિધ ભાષાઓ તથા સામાજિક વિજ્ઞાનના વિષયોના શિક્ષકોની ભરતી. રાજકોટ તા. ર૧ : ગુજરાત સરકારના વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓનો વરસાદ વરસાવવાના પ્રયત્નના ભાગરૂપે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ ૬ થી ૮ માટે કુલ ૪૩પ૧ વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં ગણિત-વિજ્ઞાન વિષયના ૩૦૦૩, વિવિધ ભાષાઓના પ૪૮ અને સામાજિક વિજ્ઞાનના ૮૦૦ જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. www.vidyasahayakguja rat.orgતથાwww. ptcgujarat.orgવેબસાઇટ ઉપર તા.ર૭/૧૧/૧૪ થી 8/12/14 બપોરે ૩ વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. મેરીટ પ્રમાણે ભરતી થયેલા વિદ્યાસહાયકોને પ્રથમ પ વર્ષ માટે પ્રતિમાસ ૭૮૦૦/- રૂ.નું ઉચ્ચક માનદ્દ વેતન આપવામાં આવશે. ત્યારબાદ તેઓની સંતોષકારક સેવા સંદર્ભે તેઓને નિયમાનુસાર પગાર-ભથ્થા મળવાપાત્ર થશે તેવું જાણવા મળે છે. યોગ્ય લાયકાત ધરાવતા ૧૮ થી ૩૦ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છ.ે વિવિધ રીતે અનામત કક્ષામાં આવતા ઉમેદવારોને સરકારશ્રીના નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. અરજી કરતાં પહેલા તમામ વિગતો ઉંડાણપૂર્વક વાંચી અને જાણી લેવી હિતાવહ છે. છેલ્લા ઘણા સમયથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીની આતુરતાપૂર્વક રાહ જોતા હતા અને આ ભરતી વહેલાસર કરવા માટે ભૂતકાળમાં સરકારશ્રીને ઉગ્ર રજુઆત પણ કરાઇ હોવાનું જાણવા મળે છે. હવે જયારે સરકારમાં વિદ્યાસહાયક તરીકે જોડાવવાનો આ અમુલ્ય મોકો આવ્યો છે. ત્યારે બીજુ બધું બાજુ પર મુકીને લાયકાત પ્રમાણે વહેલાસર પૂરી શ્રદ્ધા રાખીને નોકરી મેળવવા માટે હકારાત્મક મહેનત કરવાનો જ આ સમય છે. સાચી નીતીથી મહેનત કરનારને ઇશ્વર કદી નિરાશ નથી કરતા સૌને 🍀ઓલ ધ બેસ્ટ.🍀
Post a Comment