મહેસાણામાં BLOનું કામ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ !
-મતદાર યાદીની કામગીરીની ગંભીરતા ભૂલાઇ
મહેસાણા: મતદાર યાદી સુધારણી જેવી મહત્વની કામગીરીની મજાક ઉડાવતી ઘટના ગુરૂવારે શહેરમાં પ્રકાશમાં આવી છે. આધાર કાર્ડ ધરાવતા મતદારોની વિગતો એકઠી કરવાની કામગીરી જે તે બુથ લેવલ ઓફિસરને સોંપાઇ છે. પરંતુ પ્રાથમિક શાળાના શિક્ષક એવા બીએલઓ દ્વારા આ કામગીરી શાળાના બે વિદ્યાર્થીઓ પાસે કરાવાતાં વિવાદ સર્જાયો છે. તો બીજી તરફ આ ઘટનાએ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરી સામે શંકા ઉભા કરતા સવાલો ખડા કર્યા છે.
જિલ્લામાં 1615 જેટલા બીએલઓ મારફતે હાથ ધરાયેલી મતદાર યાદી સુધારણા અંતર્ગત ગત મહિને યોજાયેલી સેટકોમ તાલીમ દરમિયાન મતદાર યાદીમાં આધાર કાર્ડની વિગતો ઉમેરવા માટે સુચના આપવામાં આવી હતી. જિલ્લામાં નોંધાયેલા 14.83 લાખ મતદારોની આધાર કાર્ડની વિગતો એકઠી કરવા જે મતદારો આધાર કાર્ડ ધરાવતા હોય એની વિગતો મતદાર યાદીમાં ઉમેરવાની કામગીરી શરૂ થઇ છે.
પરંતુ શહેરના ટીબી રોડ સ્થિત સરકારી પ્રાથમિક શાળા નં-7ના શિક્ષક એવા બીએલઓ દિલીપભાઇ ચૌધરીએ આ કામગીરી વિદ્યાર્થીઓ પાસે કરાવતાં વિવાદ ખડો થયો છે. શહેરના ભમ્મરીયા નાળા બહાર ગંજ બજારના પાછળના ભાગમાં આવેલી સોસાયટી વિસ્તારમાં ગુરૂવારે સવારે બે વિદ્યાર્થીઓ મતદાર યાદી સાથે આધાર કાર્ડની વિગતો એકઠી કરવા આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. મતદાર યાદી જેવી ગંભીર બાબતની પણ બીએલઓ કે તંત્રને કંઇ પડી ન હોવાનો કચવાટ પ્રસરી ઉઠ્યો હતો.
સીધી વાત
વિપુલ ઠક્કર , મામલતદાર, મહેસાણા
- મતદારયાદી અંગે હાલમાં કઇ કામગીરી ચાલે છે?
મતદારીમાં આધાર કાર્ડ સહિતની વિગતો ઉમેરવા કામ ચાલું છે.
- શું આ કામ વિદ્યાર્થીઓ પાસે કરાવી શકાય?
વિદ્યાર્થીઓ જ નહીં, અન્ય કોઇ પાસે પણ ન કરાવી શકાય, બીએલઓએ જાતે જ કામગીરી કરવાની હોય.
- વિદ્યાર્થીઓ દ્વારા આ કામ થતું હોય તો શું?
આ સંજોગોમાં જવાબદાર બીએલઓ પાસે ખુલાસો માંગી તપાસ કરાશે.

Post a Comment