Header Ads

ખેલમહાકુંભમાં જંબુસરની બાલિકાઓ રાજ્યમાં ચેમ્પિયન

દેવગઢ બારિયા ના જંબુસર પ્રા.શાળાની અંડર 13 કબડ્ડી રમતોત્સવમાં અભૂતપૂર્વ સિદ્ધિ
કબડ્ડી ફાઇનલમાં બનાસકાંઠા ટીમને 34-17 પોઇન્ટથી મ્હાત આપી

દેવગઢ બારિયા: રાજવી સમયથી રમતગમત ક્ષેત્રે જાણીતા દેવગઢ બારિયા તાલુકાની યશકલગીમાં વધુ એક સોનેરી પીંછુ ઉમેરાયું છે. ખેલમહાકુંભ 2014 અંતર્ગત કબડ્ડી સ્પર્ધા (અંડર 13) માં જંબુસર પ્રાથમિક શાળાની બાલિકાઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન દાખવીને રાજય કક્ષાએ કબડ્ડી ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2013 માં આજ કબડ્ડી રમતવીરો રાજ્ય કક્ષાએ રનર્સઅપ રહ્યા હતા. ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્યના છેવાડાના ગામે ગામથી શહેરો સુધી વ્યાપેલા રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સ્લોગ્ન હેઠળ વિવિધ ઇવેન્ટમાં દાહોદ જીલ્લામાંથી લાખો રમતવીરોએ ભાગ લીધો હતો.

 જેમાં દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગામની પ્રાથમિક શાળાની બાલિકાઓએ વિવિધ રમતોમાં નોમીનેશન દાખલ કર્યા હતા. મોટાભાગની ઇવેન્ટ જેવી કે ગ્રામ્ય કક્ષા, સીટ કક્ષા, તાલુકા કક્ષા તેમજ જીલ્લા કક્ષાની રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરેલ હતો. છેવટે મહેસાણાના જોટાણા મુકામે તા. 13 નવેમ્બરથી તારીખ 17 નવેમ્બર દરમિયાન શાળાકીય અંડર 13 કબડ્ડી રમતોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં દાહોદ જીલ્લા વતી પ્રતિનિધિત્વ કરતી જંબુસર પ્રાથમિક શાળાની બાલિકાઓએ ડાંગ જીલ્લાની ટીમને 66-18 પોઇન્ટથી પરાજય આપીને ખેલમહાકુંભની ફાઇલનમાં પ્રવેશ મેળવ્યો હતો અંતે કબડ્ડી ફાઇનલમાં બનાસકાઠા કબડ્ડી ટીમને 34-17 પોઇન્ટથી મ્હાત આપીને રાજય કક્ષાએથી કબડ્ડી ચેમ્પિયનનો ખિતાબ મેળવીને અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી  લીધી હતી.

 તે સાથે જ તેઓએ દાહોદ જીલ્લાનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરી દીધુ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે જંબુસર પ્રાથમિક શાળાની કબડ્ડી ટીમ (બહેનો) શાળાકીય રમતોત્સવમાં અમદાવાદ (પીરાણા) મુકામે પણ ચેમ્પિયન બની ચૂકી છે.  જયારે આજ શાળામાંથી બીજી ઇવેન્ટમાં પણ ખેલાડીઓ જીલ્લા તથા રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો. પરંતુ સફળતા મળી શકી ન હતી. પરંતુ ખેલમહાકુંભમાં કબડ્ડી(અંડર 13) રમતોત્સવમાં રાજ્ય કક્ષાએ જંબુસરની બાલિકાઓએ જે અભૂતપૂર્વ સફળતા મેળવેલ છે તેમાં કોચ ગણપતભાઇ કોળી (શિક્ષક), રમેશભાઇ રાઠવા (હે. ટીચર), મહેશભાઇ રાઠવા (સરપંચ) વગેરેનો સિંહ ફાળો  રહેલ છે.

ઉલ્લેખિનય છે કે, દાહોદ જિલ્લાના બારિયા ખાતે રાજવી કાળથી ખેલકુદને પ્રાધાન્ય આપવામાં આવે છે. અવાર નવાર તાલુકાના રમતવીરો દેશ અને દૂનિયામાં અનેક રમતોમાં પોતાનુંકાવત દાખવી તાલુકો અને નગરનું નામ રોશન કરવાની સાથે રમત ગમતમાં બારિયાને ધબકતું રાખી તેની ઓળખ અકબંધ રાખી છે. તાજેતરમાં જ રાજય સરકારદ્વારા યોજતાં ખેલમહાકુંભની સ્પર્ધામાં પણ બારિયા તાલુકાની છાત્રાઓએ પોતાનું નામ રોશન કરવાની સાથે તાલુકાનું ગૌરવ પણ વધાર્યુ છે.

No comments