Header Ads

પ્રાથમિક શાળાઓમાં ભણતા છાત્રોની તપાસણી કરાઇ હતી ગંભીર રોગથી પીડાતા છાત્રોને તબીબી સારવાર અપાશે

પ્રાથમિક શાળાઓમાં ભણતા છાત્રોની તપાસણી કરાઇ હતી
ગંભીર રોગથી પીડાતા છાત્રોને તબીબી સારવાર અપાશે

હિંમતનગર: સાબરકાંઠા  અને અરવલ્લી જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શારીરિક ચકાસણી કરવા માટે તાજેતરમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મેડીકલ ઓફીસરોની 20 થી વધુ ટીમો દ્વારા વિદ્યાર્થીઓની કરાયેલી આરોગ્ય ચકાસણી દરમિયાન 256 વિદ્યાર્થીઓ હદયની વિવિધ બિમારીથી પીડાતા હોવાનું જણાયુ છે. હદયની બિમારીથી પીડાતા આવા બાળ દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં મોકલાયા છે. આ અંગે આરોગ્ય અધિકારી ર્ડા.મનિષ ફેન્સીએ જણાવ્યુ હતું કે સમગ્ર શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન તબીબોની ટીમ મળી કુલ 12 હજારથી વધુ કર્મચારીઓ ભાગ લઇને બંને જિલ્લાના બાળકોની આરોગ્યલક્ષી માહિતી મેળવી છે

બંને જિલ્લામાં કયા રોગના કેટલા દર્દી

 સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન 256 હદયરોગના,  87 કીડનીના અને 43 કેન્સરના બાળ દર્દીઓ નોંધાયા હતા. જોકે બંને જિલ્લામાં મળી થેલેસેમિયાના ત્રણ દર્દી મળ્યા છે.

No comments