ટાઈમ મેગેઝીનની ‘પર્સન ઓફ ધી યર’ની લિસ્ટમાં મોદી બીજા નંબરે ખસેડાયા
ન્યૂયોર્કઃ ટાઈમ મેગેઝીનના ‘ પર્સન ઓફ ધી યર’ પોલમાં નરેન્દ્રમ મોદી એક સ્થાન નીચે ખસકી ગયાં છે. ફર્ગ્યુસનમાં અશ્વેત યુવકની હત્યાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ આ લિસ્ટમાં પ્રથમ નંબરે આવી ગયાં છે. 10 ડિસેમ્બરે આ પોલનું રિઝલ્ટ જાહેર થવાનું છે.
ફર્ગ્યુસન સહિત આખા અમેરિકામાં અશ્વેત યુવકની હત્યા અને આ મામલે આરોપી શ્વેત અધિકારીઓને છોડી મુકાયાના વિરોધ રૂપે ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ટાઈમ રીડર્સ પોલમાં ફર્ગ્યુસન પ્રદર્શનકારીઓએ 10.7 ટકા મતો મળ્યા છે. 10 ટકા મતો સાથે મોદી બીજા નંબરે છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં લગભગ 3 દાયકા બાદ બહુમતિની સરકારમાં વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી પર દુનિયાની નજરું ટકેલી છે. ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા તેમજ દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવાને લઈને લોકોને તેમના પ્રત્યે ભારે અપેક્ષા છે.

Post a Comment