જમીનની શોધ |સુરેન્દ્રનગરમાં આવેલી 1507 આંગવાડી કેન્દ્રોમાંથી 958 કેન્દ્રોને સરકારી મકાન સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી 1507 આંગવાડી કેન્દ્રોમાંથી 549 કેન્દ્રો છેલ્લા કેટલાંય વર્ષોથી ભાડાના મકાનમાંથી કાર્યરત છે. બીજી તરફ નવિન મકાન નિર્માણ કરવા માટે જમીનનાં 20 જેટલા ઠરાવ મંગાવાયા હતાં. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કામગીરી પણ શૂન્ય અવસ્થામાં જોવા મળી રહી છે.ઝાલાવાડમાં નાના ભૂલકાઓનાં સંસ્કારલક્ષી શિક્ષણ માટે 1507 આંગણાવાડી કેન્દ્રો કાર્યરત હોવાથી 1,23,857 બાળકોની નોંધ થઇ છે. ત્યારે તેમાંથી 1,03,215 બાળકો આંગણવાડીનો લાભ રહ્યાં છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ જિલ્લાના 1507 કેન્દ્રોમાંથી હાલમાં 549 આંગણવાડી કેન્દ્રો ભાડના મકાનોમાં ચાલુ છે. જેમાં કેટલાંક મકાનો વીજળી, પાણી કે પાકા ચણતર વિના જોખમી હાલત વચ્ચે નિયમિત અભ્યાસ કરતા બાળકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા દર માસે શહેરી વિસ્તારમાં રૂ. 700 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 200 લેખે ભાડુ ચૂકવવામાં આવે છે.આમ દર વર્ષે આંગણવાડી ભાડાના મકાન માટે રૂ. 10,800 માલિકોને ચૂકવાય છે. જ્યારે આંગણવાડી કેન્દ્રોમાં સરકા...