સરહદી સાંતલપુરની પ્રાથમિક શાળામાં 228 શિક્ષકો જ નથી
પાટણ: ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ગુણોત્સવ થકી સરકારી પ્રાથમિક શાળામાં સુધારાની સરકાર બાંગ પોકારી રહી છે ત્યારે પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના શિક્ષણની ગુણવત્તા પર માઠી અસર થઇ રહી છે. તાલુકામાં 96 શાળાઓ સામે 228 શિક્ષકોની ઘટની નરી વાસ્તવિકતા છે. છેવાડાના પછાત વિસ્તારમાં શિક્ષકો રહેવા માટે તૈયાર ન હોવાથી શાળાઓમાં શિક્ષકોના ઘટની સમસ્યા વર્ષોથી છે.
શાળાઓમાં શિક્ષકોનું મોટા ભાગનું મહેકમ ખાલી રહેતુ હોવાથી સાંતલપુરના વિસ્તારના બાળકોની શૈક્ષણિક ગુણવત્તા કથળી રહી છે. ઘણા બાળકોને વાંચતા, લખતાં પણ આવડતુ નથી. બાળકોના શિક્ષણનો પાયો જ કાચો રહી જાય છે અને બાળકો ડ્રોપ આઉટ થઇ જાય છે. આ વિસ્તારનું શિક્ષણ સ્તર ઉંચુ આવી શકતુ ન હોવાથી સાંતલપુર પંથક પછાત પણામાંથી બહાર આવી શકતો નથી.
કેમ શિક્ષકોની ઘટ રહે છે
આ વિસ્તાર છેવાડાનો અને પછાત હોવાથી શિક્ષકોની ઘટ આ વિસ્તારમાં કાયમ માટે શિક્ષકોની રહેવાની તૈયારીઓ હોતી નથી. જેના કારણે શિક્ષકો ત્રણ વર્ષ થયા બાદ બદલી કેમ્પમાં બદલીની માગણી કરીને શહેરી વિસ્તાર કે અન્ય તાલુકાઓની શાળાઓમાં જતાં રહે છે.
દશ વર્ષ સુધી બદલી ન કરવાની શરતે ભરતી કરી છે
જિલ્લા પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન શંકરભાઇ કટારીયાએ જણાવ્યું કે, સાંતલપુર તાલુકામાં શિક્ષકોની ઘટ હોવાથી બદલી થયેલા શિક્ષકોને શાળામાંથી છૂટા કરવાના ઓર્ડર આપ્યાં નથી. 10 વર્ષ સુધી બદલી ન કરવાની શરતે સાંતલપુર તાલુકામાં 62 શિક્ષકોની ભરતી કરી છે.

Post a Comment