Header Ads

બોર્ડના કેન્દ્ર ધરાવતી શાળાને CCTVલગાવવા આદેશ

બોર્ડના કેન્દ્ર ધરાવતી શાળાને CCTVલગાવવા આદેશ
- આગામી પરીક્ષામાં ગેરરિતી અટકાવવા સ્વખર્ચે CCTV કેમેરા ગોઠવવાના સરકારના ફરમાનથી વિવાદ
- પંચમહાલની 54 શાળાઓ પાસે  તા. 30 સુધીમાં સંમતિપત્ર મંગાવાયા :  માત્ર છ શાળા પાસે જ સુવિધા ઉપલ્બધ
ગોધરા : આગામી માર્ચ માસમાં લેવાનારી બોર્ડની  પરીક્ષામાં ગેરરિતી અટકાવવા માટે સરકારે કેન્દ્રો ધરાવતી 54 શાળાઓને ફરજિયાત સ્વખર્ચે સીસીટીવી કેમેરા ગોઠવવાના કરાયેલ ફરમાનથી વિવાદ સર્જાયો છે. જોકે શાળાઓ પાસેથી પણ શિક્ષણાધિકારી કચેરી દ્રારા તા. 30 સુધીમાં સંમતિપત્ર મંગાવાયા છે. જ્યારે અગાઉ મીટીંગમાં ચર્ચા અનુસંધાને પણ વિરોધ કરીને સરકારે ગ્રાન્ટ ફાળવવાની માંગ કરવામાં આવી છે. જોકે હાલ માત્ર છ શાળા પાસે આ સુવિધા ઉપલબ્ધ હોવાનુ જાણવા મળે છે.

દર વર્ષની માફક આગામી માર્ચ માસમાં બોર્ડ પરીક્ષા યોજવા અત્યારથી જ તંત્ર કવાયત આદરી રહ્યુ છે.પંચમહાલમાં  ધો.10અને ધો.12 માટેના 131 યુનિટ મકાનના 1821 જેટલા વગઁ
ખંડનો ઉપયોગ કરવામાં આવે છે.ચાલુ વષઁ2014ની ગત વિજ્ઞાનની બોર્ડ પરીક્ષામા અંદાજીત 73 આધુનિક ટેબ્લેટ ઉપકરણો ગોઠવવામાં આવતા ગેરરિતી ઉપર નજર રાખવામાં સફળતા
મળી હતી.જેને પ્રેરાઇને સરકારે આ વખતની પરીક્ષા માનવબળ કરતાં આવા સાધનોનો ઉપયોગ કરવાનુ વિચારી રહી છે.

નવા પ્રયોગના ભાગરુપ ધો.10 અને ધો.12ના પરીક્ષા કેન્દ્રો ધરાવતી શાળાઓએ પરીક્ષાને અનુલક્ષીને તમામ વગઁખંડમાં સ્વખર્ચે સીસીટીવી કેમેરા ગોઠવવાની સૂચના અપાઇ છે.જોકે હાલ ગોધરાની ચાર તથા હાલોલની બે શાળાઓ પાસે આ સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે આ સંદર્ભે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્રારા  તમામ શાળા પાસેથી તા. 30 નવેમ્બર સુધીમાં સંમતિપત્ર મંગાવાવી આ સાધનો ક્યાં સુધીમાં અને કેટલા સ્થળોએ ગોવવામાં આવશે ? અને હાલ કેટલા ઉપલબ્ધ છે ? તેની પૂર્વ જાણકારી મેળવવાના પ્રયાસો કરાયા છે.


સરકારના નિર્ણય સામે આ મુદ્દે ભારે વિરોધ વંટોળ ઉભો થયો છે.અગાઉ રાજ્યસ્તરની મળેલી બેઠકમાં શાળા સંચાલકોએ નિર્ભીક રીતે પરીક્ષા યોજવા સંમતિ દશાઁવી હતી.પરંતુ ખર્ચ અંગે કોઇ ફોડ પાડવામાં ન  આવતાં સંચાલકોમાં ગણગણાટ વ્યાપ્યો છે.જેમાં માધ્યમિક શાળા સંઘના પ્રમુખ પી.ડી.સોલંકી તથા સંચાલક મંડળના આગેવાન ભરતભાઇ શાહે નારાજગી સાથે જણાવ્યુ હતુ કે, સીસીટીવી કેમેરા વડે ગેરરિતી વિના પરીક્ષા કામગીરી હાથ ધરવાનો અભિગમ આવકારદાયક છે.

પરંતુ સરકારે આ બાબતે ખર્ચની અલગથી જોગવાઇ કરી નથી.અને સીધી બોર્ડે શાળાઓને જવાબદારી થોપી દઇને આર્થિક ભારણ નાંખવાની નિતી સામે વિરોધ છે.હવે જોવાનુ એ છે કે
આગામી સમયમાં કેટલી શાળાઓ સ્વખર્ચે સાધન વસાવીને અભિગમને અમલ કરે તેની ઉપર  નજર મંડાઇ છે.

વાંચો આગળ, સુધિવાનો અહેવાલ વિભાગ રજુ થશે, સરકારે વ્યવસ્થા ગોઠવવી જોઇએ, ક્યાં ક્યાં પરિક્ષા સેન્ટર કાર્યરત્ત, શું ફાયદો થશે ......

સુધિવાનો અહેવાલ વિભાગમાં રજૂ થશે
 ટેબલેટનો પ્રયોગ સફળ નીવડ્યો છે.ત્યારે  માર્ચની પરીક્ષામાં ગેરરિતી અટકાવવા શાળાઓને સીસીટીવી  ગોઠવવાની સૂચના અપાઇ છે.અને તા. 30 સુધીમાં શાળાઓ પાસેથી સંમતિપત્ર
મંગાવાયા બાદ સુધિવા કયાં છે ? તેનો અહેવાલ વિભાગમાં રજૂ કરાશે જોકે ગ્રાન્ટ અંગે કોઇ સૂચના અપાઇ નથી. -  સી.એલ.ચરપોટ, જીલ્લા શિક્ષણાધિકારી

સરકારે વ્યવસ્થા ગોઠવવી જોઇએ
 પહલેજ સરકાર દ્રારા વષોથી નિયત ગાન્ટ અપાય છે.જેની સરખામણીમાં રોજે રોજ વધેલી મોંઘવારી અનુસાર ગ્રાન્ટ વધારવાની તથા પૂરતી સમયસર આપવામાં સરકાર ઉદાસીન
છે.ત્યારે એક શાળામાં 20 જેટલા ખંડ હોય તો શાળાના માથે અંદાજીત 1.50 લાખતી 2 લાખનો ખર્ચ ક્યાંથી લાવે ? ત્યારે સરકારે
વ્યવસ્થા ગોઠવવી જોઇએ.
-   પી.ડી.સોલંકી, માધ્યમિક શાળા સંઘના પ્રમુખ

કયા કયા પરીક્ષા સેન્ટર કાર્યરત
વર્ષોથી ગાંધીનગર બોર્ડ દ્રારા ફળવાયેલા ગોધરાની 8 શાળાઓ,હાલોલની 7 શાળાઓ તથા કાલોલ,ઘોઘંબા,શહેરા, સાંકલી,કાંકણપુર,સાંપા,ડેરોલ સ્ટેશન,અડાદરા, દેલોલ,
વાઘજીપુર,બાહી,સંતરોડ,મોરવા,રીંછવાણી,નારુકોટ,કોરવા રેણા,કવાલી,ખોજલવાસા સહિતના 54 જેટલા કેન્દ્રોમાં પરીક્ષા લેવાનાર છે. જેમાં 15 કિ.મીની ત્રિજ્યાના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહે
છે.
શુ ફાયદો થશે ?
 ટેબ્લેટથી ગેરરિતી કરતા પરીક્ષાથીઁઓ તથા સંચાલકો પણ તંત્રની નજરમાં ઝપેટે ચઢ્યા હતા.અને કાર્યવાહી પણ કરાઇ હતી.ત્યારે ચાલુ વષેઁ સીસીટીવી કેમેરા ગોઠવી ગેરરિતી
અટકાવવાનો પ્રયોગથી સ  માનવબળનો લાખોનો ખર્ચ બચી જશે.

No comments