સાયન્સની સચોટ આન્સર કી મુકવામાં શિક્ષણ બોર્ડ ફરીથી થયું નાપાસ..!!
પુ
ન: વિચારણાની ફેર વિચારણા | હજારો વિદ્યાર્થીઓને માનસિક બોજો વધ્યો
- વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ સેમેસ્ટરની રવિાઇઝડ આન્સર કીમાં હજુ ક્ષતિ રહી ગઇ
ભાવનગર:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ઓક્ટોબર,2014માં ધો.11 સાયન્સ, સેમેસ્ટર એકની પરીક્ષા લેવાઇ હતી અને તેની ફાઇનલ આન્સર કી જાહેર કર્યા બાદ તેમાં ભૂલ હોય પુન: એક વાર ફેરફાર કરી આન્સર કી મુકવામાં આવી છે પણ આ પુન: વિચારણા કરેલી આન્સર કીમાં પણ કેટલીક ક્ષતિઓ રહી ગઇ હોય તેની ફેર વિચારણા કરવી પડે તેવી સ્થિતિ છે. જેથી હજારો વિદ્યાર્થીઓનો માનસિક બોજો વધી ગયો છે.
સેમેસ્ટર એકમાં જીવ વિજ્ઞાનમાં જણાવેલા પ્રશ્ન નંબર 16,19 અને 29ના દર્શાવેલા જવાબો પાઠ્યપુસ્તક તપાસતાં હજુ પણ ખોટા છે. તાર્કિક પ્રશ્નો પૂછતી વખતે પાઠ્ય પુસ્તકનો જ આધાર રાખવો જોઇએ. તેના આધારે જ વિદ્યાર્થીનું સર્વ ગ્રાહી મૂલ્યાંકન થવું જોઇએ. પાઠ્ય પુસ્તકમાં જે જવાબ હોય તેને જ અંતિમ ગણવો જોઇએ અને તેના આધારે જ માર્ક આપવા જોઇએ પણ બોર્ડે આ વખતે તજજ્ઞોના અભિપ્રાય લીધા અને તે પુસ્તક કરતા જુદા નિકળ્યાં !! આથી ક્ષતિગ્રસ્ત આન્સર કી બે વાર પ્રગટ થઇ છે.
વારંવાર માર્કની ફરીથી ગણતરી કરવી પડે છે અને માનસિક બોજો પણ કુમળી વયના વિદ્યાર્થીઓનો વધી જાય તેવી સ્થિતિ ઉદભવી છે. બોર્ડ દ્વારા પાઠ્યપુસ્તકને જ મુખ્ય આધાર ગણવો જોઇએ તેના બદલે મુખ્ય ગણતા આ વૈમનસ્ય સર્જાયું છે. તરૂણ વયના વિદ્યાર્થીઓના કમળા માનસ પર આવી સિસ્ટમ હોવાથી ત્રૂટિની ઘેરી અસર થાય છે. તો આવા વઅીવટના પરિણામે હરિફાઇના યુગમાં એકાદ માર્ક માટે વિદ્યાર્થી મનપસંદ કારકિર્દીથી વંચિત રહી જાય છે. આથી જ બોર્ડે પાઠ્ય પુસ્તકને મૂળ આધાર ગણી આ બાબતે પુન: મૂલ્યાંકન કરવા ભાવનગર મ્યુ. સ્કૂલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ રાજીવ પંડયાએ બોર્ડના પરીક્ષા સચવિ વી.જે. વાળંદને રૂબરૂ રજૂઆત કરી છે.
ક્યા પ્રશ્નોમાં હજી ભૂલ છે?
સેમેસ્ટર એક, બાયોલોજીમાં પ્રશ્ન નંબર 16 માટે પુ્સ્તક પ્રમાણે બી વિકલ્પ સાચો છે. પ્રશ્ન નંબર 19 માટે સી વિકલ્પ સાચો છે અને તેનું ગ્રેસીંગ આપવું જોઇએ. આવી જ રીતે પ્રશ્ન નં.64માં પણ ફેર વિચારણા જરૂરી છે.
આ બાબતે કાનૂન શું કહે છે?
થોડા સમય પહેલા સુપ્રિમ કોર્ટમાં પરીક્ષાના જવાબમાં કોને અંતિમ ગણતો તેની કાનૂની તકરાર હતી ત્યારે આ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે પાઠ્યપુસ્તકમાં જે જવાબ હોય તેને જ આખરી અને અંતિમ ગણવો જોઇએ. જો તેમાં ભુલ હોય તો પરીક્ષા પહેલા સુધારવી જોઇએ. બાદમાં નહી. આ અંગે પણ બોર્ડ સમક્ષ નોટીસ આપી રજૂઆત કરવામાં આવી છે.

Post a Comment