Header Ads

દાહોદમાં નરેગાની નોકરી માટે ઉમેદવારોનો ધસારો

દાહોદમાં નરેગાની નોકરી માટે ઉમેદવારોનો ધસારો
- ઉમેદવારો ઉમટી પડતાં શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો
- પરીક્ષા શાંતિ પૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતા હાશકારો

દાહોદ : દાહોદમાં રવી વારે નરેગાના કર્મચારીઓ તેમજ નોકરી વાંચ્છુ ઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં સૌથી વધારે તણાવ ફરજ બજાવતા કર્મચારીઓમાં જોવા મળ્યો હતો. જો કે પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ હતી.દાહોદ જીલ્લામાં નરેગા યોજાનાના મસ મોટા કૌભાંડ પ્રકાશમાં આવેલા છે અને તેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ મળી 50 જેટલા સામે પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર ગેરરીતી ફક્ત ફતેપુરા તાલુકામાં જ ઝડપાઇ હતી.

પરંતુ આ ભ્રષ્ટાચારમાં ભાજપ કોંગ્રેસ અને તમામ નેતાઓમ કાર્યકરો દલા તરવાડી જેમ જ ભેગા મળી લૂંટ ચલાવી રહ્યા છે તે નરી આંખે જોઇ શકાય તેમ છે. તેવા સમયે જ ગત ચુંટણી વખતે નરેગાના તમામ કરાર આધારિત કર્મચારીઓને છુટા કરી ફરીથી આચાર સંહિતા અમલમાં આવે  તે પહેલા કરાર બધ્ધ કરવામાં આવ્યા હતા.તે સમયે જ તમામ સ્તરના કર્મચારીઓ માટે પરીક્ષા પાસ કરી મેરીટમા આવવુ જરૂરી હોવાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ. તેના કાર્યક્રમ પ્રમાણે રવી વારે વિવિધ કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવી હતી.

પરીક્ષા શાંતિપર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ હતી પરંતુ સૌથી વધુ દબાણ હાલમાં વિવિધ કેટેગરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓ અનુભવતા હોવાનુ જોવા મળ્યુ હતુ. કારણ તે જો આટલા સમયની નોકરી પછી પણ ન કરે નારાયણ ને પરીક્ષા માં પાસ ન થવાય અથવા તો મેરીટમાં ન અવાય તો રોજગારીમાંથી હાથ ધોવા પડે તેવી સ્થિતિનુ સર્ન થાય તેમ છે.કોઇ ગેરરીતીનો કિસ્સો ઝડપાયો હોય તેવી સત્તાવાર જાણકારી મળપી ન હતી.

શહેરમાં પરીક્ષાવ શરૂ થવાના અને પૂર્ણ થવાના સમયે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. નરેગામાં મેરીટના આધારે જ તમામ સ્તરના લોકોએ આવવું જરૂરી બનતાં લોકોનો ભારે ધસારો રહ્યો હતો.

No comments