પો.સ.ઇ./એ.એસ.આઇ.ની લેખિત પરીક્ષાના પરીણામ અંગે જરૂરી સૂચનાઓ |
૧) વિધવા મહિલા ઉમેદવારોએ આ પરીક્ષામાં મળેલ માર્કસના ૫ ટકા માર્ક સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંકઃ (૧) સીઆરઆર-૧૦૯૬-૨૨૧૩-ગ-૨, તા.૨૨/૦૫/૧૯૯૭ અને (ર) સીઆરઆર-૧૦૯૬-૨૨૧૩-ગ-૨, તા.૩૧/૦૮/૨૦૦૪ મુજબ ઉમેરવાના હોઇ આ પરિણામ મુજબ ૧૮૦ ગુણ કે તેનાથી વધુ ગુણ મેળવેલ હોય તેવા પાત્રતા ધરાવતા મહિલા ઉમેદવારોએ પોતાનું નામ, રોલ નંબર તેમજ કન્ફર્મેશન નંબર સાથેની અરજી તથા જરૂરી દસ્તાવેજી પુરાવા પોલીસ ભરતી બોર્ડ કંટ્રોલ રૂમ, પોલીસ હેડ કવાર્ટર, શાહીબાગ, અમદાવાદ કચેરી ખાતે રૂબરૂમાં તા.૦૪/૦૬/૨૦૧૫ થી તા.૧૯/૦૬/૨૦૧૫ સુધી સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૦૬.૦૦ સુધીમાં આવીને આપવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. (આ પ્રકારની અરજીઓ ફકત રૂબરૂમાં જ આપવાની રહેશે ફેકસ ધ્વારા અથવા ટપાલ ધ્વારા આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં) |
૨) રમતવીરોના કિસ્સામાં સામાન્ય વહીવટના ઠરાવ ક્રમાંકઃ (૧) સીઆરઆર-૧૦૭૭-૨૬૬૦-ગ-૨, તા.૨૫/૦૨/૧૯૮૦ (ર) સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-૨, તા.૦૧/૦૮/૧૯૯૦ (૩) સીઆરઆર-૧૦૯૯/યુઓ-૪૧૧૦/ગ-૨,૧૮/૦૪/૨૦૦૧ અને (૪) સીઆરઆર-૧૦૨૦૧૩/૨૪૨૭૯૨/ગ-૨, તા.૨૧/૦૨/૨૦૧૪ ના પરિપત્રોમાં જણાવ્યા પ્રમાણેની શરતો મુજબ રાષ્ટ્રિય કે આંતરરાષ્ટ્રિય સ્પર્ધામાં અથવા આંતર યુનિવર્સિટી ખેલકૂદ બોર્ડ દ્વારા સંચાલિત આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં અથવા અખિલ ભારત શાળા રમતગમત સંઘ દ્વારા સંચાલિત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેવા મહિલા ઉમેદવારો કે જેમણે આ પરિણામમાં કુલ ગુણ ૧૮૦ કે તેથી વધુ મેળવેલ હોય અને પુરૂષ ઉમેદવારો કે જેમણે આ પરિણામમાં કુલ ગુણ ૨૧૦ કે તેથી વધુ મેળવેલ હોય તેવા જ રમતવીરોને મેળવેલ ગુણના ૫ ટકા ગુણ ઉમેરવાના થાય છે. ફકત આ ઉમેદવારોએ જ પોતાનું નામ, રોલ નંબર,કન્ફર્મેશન નંબર સાથે અરજી તથા જરૂરી દસ્તાવેજી પુરાવા પોલીસ ભરતી બોર્ડ કંટ્રોલ રૂમ, પોલીસ હેડ કવાર્ટર, શાહીબાગ, અમદાવાદ કચેરી ખાતે રૂબરૂમાં તા. ૦૪/૦૬/૨૦૧૫ થી તા.૧૯/૦૬/૨૦૧૫ સુધી સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૦૬.૦૦ સુધીમાં આવીને આપવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. (આ પ્રકારની અરજીઓ ફકત રૂબરૂમાં જ આપવાની રહેશે. ફેકસ ધ્વારા અથવા ટપાલ ધ્વારા આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં) |
૩) આ પરિણામમાં દરેક ઉમેદવારે મેળવેલ તમામ પાંચ (પો.સ.ઇ./એ.એસ.આઇ.) પેપરના ગુણ દર્શાવવામાં આવેલ છે. જે કોઇ ઉમેદવારને આ બાબતે કોઇ વાંધો હોય તો પેપર દીઠ રૂ. ૩૦૦/-નો ડીમાન્ડ ડ્રાફટ કોઇપણ રાષ્ટ્રીયકૃત બેન્કનો “CHAIRMAN, PSI/ASI RECRUITMENT BOARD , AHMEDABAD ’’ ના નામનો કઢાવી અરજી સાથે પોલીસ ભરતી બોર્ડ કંટ્રોલ રૂમ, પોલીસ હેડ કવાર્ટર, શાહીબાગ, અમદાવાદ કચેરી ખાતે રૂબરૂમાં તા.૦૪/૦૬/૨૦૧૫ થી તા.૧૯/૦૬/૨૦૧૫ સુધી સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૦૬.૦૦ સુધીમાં આવીને આપવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. (આ પ્રકારની અરજીઓ ફકત રૂબરૂમાં જ આપવાની રહેશે. ફેકસ ધ્વારા અથવા ટપાલ ધ્વારા આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.) |
૪) તા. ૦૭/૦૫/૨૦૧૫ ના રોજ ભરતી બોર્ડ તરફથી પરીક્ષાના તમામ પાંચ પેપરની ANSWER KEY મૂકવામાં આવેલ અને વાંધાઓ તા. ૧૧/૦૫/૨૦૧૫ સુધીમાં મંગાવવામાં આવેલ. ભરતી બોર્ડ તરફથી વાંધાઓની ઉંડાણથી ચકાસણી કરવામાં આવેલ અને સુધારેલી ANSWER KEY આ સાથે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે, પરિણામમાં સુધારેલી ANSWER KEY પ્રમાણે માર્ક મૂકવામાં આવેલ છે. સુધારેલી ANSWER KEY અનુસંધાનમાં હવે કોઇ પૃચ્છા કે ઇ-મેઇલ ધ્યાને લેવામાં આવશે નહીં જેની નોંધ લેવી. સુધારેલી ANSWER KEY જોવા માટે અહિં કલીક કરો..... |
૬) પો.સ.ઇ./એ.એસ.આઇ.ની લેખિત પરીક્ષાના મેળવેલ ગુણ જોવા માટે અહિંયા કલીક કરો.... |
૭) પ્રસ્તુત પરીણામ અંગે કોઇ રજુઆત હોઇ અથવા માર્ગદર્શન મેળવવા સારૂ પોલીસ ભરતી બોર્ડ કંટ્રોલ રૂમ, પોલીસ હેડ કવાર્ટર, શાહીબાગ, અમદાવાદ. કચેરી ખાતે રૂબરૂમાં અથવા ફોન નંબરઃ ૦૭૯-૨૫૬૨૬૪૧૫ ઉપર સંપર્ક કરી શકાશે. |
Post a Comment