Header Ads

૪,૨૮૮ બાળકો બીમાર, ૧૭૦૫ પાંડુરોગનો શિકાર

અનેકને આંખ, પેટ, ચામડી, શ્વશન, ચેતાતંત્ર, દાંત, કાન, નાક, ગળાની તકલીફ
રાજકોટ : રાજકોટ શહેરને સ્માર્ટ સિટીની બનાવવા જઈ રહેલા મનપા તંત્ર માટે નિરોગી બાળ પણ મહત્વનો મુદ્દો છે. શહેરની આંગણવાડીઓ, શાળાઓમાં મનપાએ જ હાથ ધરેલા ચેકીંગ સર્વેમાં ૪,૨૮૮ બાળકો કોઈને કોઈ બીમારીમાં પીડાઈ રહ્યા છે. જેમાના ૧,૭૦૫ બાળકો પાંડુરોગમાં સપડાયા છે.

સરકારના પચાસ દિવસના આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ મહાપાલિકાની આરોગ્ય શાખાએ સર્વે હાથ ધર્યો હતો. આરોગ્યશાખાના દાવા મુજબ તબીબી ટીમ દ્વારા હાથ ધરાયેલા ચેકીંગ દરમિયાન ૨૯૮ શાળાઅ તથા આંગણવાડીઓમાં બાળકોની ચકાસણી કરાઈ હતી જેમાં ૪,૨૮૮ બાળકો અશક્ત બીમાર માલુમ પડયા હતા. સૌથી વધુ પાંડુરંગના ૧,૭૦૫ કેસ જોવા મળ્યા હતા. આ ઉપરાંત કૃમિના ૮૧, દાંતની તકલીફ વાળા ૬૦૪ બાળકો, ૫૨૨ બાળકોને આંખના રોગ, ૩૫૪ બાળકો ચામડીના રોગથી પીડાતા હતા.

આ ઉપરાંત ૨૪૫ને શ્વશનની તકલીફ, ચેતાતંત્રના દર્દીઓ અને કાન,નાક,ગળાની તેમજ સ્થુળતા સહિતના રોગોના બાળ દર્દીઓ હતા. ખાસ તો ૯ બાળકો તમાકુના વ્યસની નીકળ્યા હતા. અર્ધાથી ઓછી શાળા, આંગણવાડીઓમાં આટલા બીમાર બાળકો નીકળ્યા તો શહેરની ૭૦૨ શાળાઓ અને ૩૩૦ આંગણવાડીઓમાં ચેકીંગ દરમિયાન આ આંક બેવડાથી વધશે. બીમારી દર્દીઓને સારવાર, ઓપરેશન પણ વીના મુલ્યે કરવામાં આવશે.


મનપાના ચોપડે આ વર્ષે ડેંગ્યુ, મેલેરીયાના કેસ ઘટયા
આરોગ્ય કેન્દ્રના જ આંકળા, ખાનગી કે સિવિલ હોસ્પિ.માં જ ખરા દર્દીઓ
રાજકોટ :  રાજકોટ શહેરમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ડેંગ્યુ અને મેલેરીયાના કેસ ઉપરાંત તાવ, શરદી, ટાઈફોઈડના દર્દીઓમાં ઘટાડો થયાનો મહાપાલિકાએ આંકડાકીય દાવો કર્યો છે. મનપાના ચોપડે શહેર ગત વર્ષ કરતાં આ વર્ષે આરોગ્ય વર્ધક રહ્યુ છે.

મહાપાલિકાની આરોગ્યશાખાએ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને આંકડાઓમાં આવરી લેવાયા છે. ગતવર્ષના આંકડાઓમાં જુન માસમાં ડેંગ્યુના ૨૦ કેસ હતા આ વર્ષે માત્ર એક જ દર્દી, આવી જ રીતે ઓગષ્ટમાં ૧૦૩ હતા. જયારે ચાલુ વર્ષે સાવ નીલ. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ૨૯૯ દર્દી હતા. ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં માત્ર ચાર દર્દીઓ, ૨૦૧૩ નવેમ્બરમાં ૬૦ ગતમાસે નવેમ્બરમાં ૨૮ દર્દીઓ મનપાના ચોપડે નોંધાયા હતા. આવું મેલેરીયાના દર્દીઓમાં નોંધાયું હતું. સ્માર્ટ સિટી ઝુંબેશમાં શહેરની દશ સમસ્યાઓમાં એક રોગ મુક્ત શહેર પણ છે. મનપાની આરોગ્યશાખા દ્વારા આરોગ્ય કેન્દ્રોમાં આવતા આંકડાઓ જ ટેબલ પર રજુ કરાયા હશે. ખરેખર ખાનગી હોસ્પિટલો, સિવિલના દર્દીઓના આંકડાઓ આવે તો ખરી બીમારીનો ખ્યાલ આવી શકે.

No comments