Header Ads

ડી ગ્રેડની 100 પ્રાથમિક શાળાના આચાર્યોને તાલીમ આપવા આદેશ

- ડી ગ્રેડની 100 પ્રાથમિક શાળાના આચાર્યોને તાલીમ આપવા આદેશ
- જિલ્લા કલેકટર દ્વારા આચાર્યોને તાલીમ આપવા માટે તાકિદ કરાઇ
- શૈક્ષણિક, ભૌતિક સુવિધાના આધારે મૂલ્યાંકન કરાયું હતું

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લા પંચાયત હસ્તકની 2013 પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ દરમિયાન કેટલીક પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક, સહઅભ્યાસ અને ભૌતિક સુવિધાઓ ખૂબ જ નિમ્ન સ્તરની હોવાનું માલૂમ પડયુ હતું. વિવિધ અધિકારીઓ ગુણોત્સવ દરમિયાન શાળાઓની મુલાકાત લીધી હતી અને ડી ગ્રેડમાં સમાવેશ 100 થી વધુ પ્રાથમિક શાળાના આચાર્યોની નબળી કામગીરી હોવાનો અહેવાલ રજૂ કર્યો હતો. જે અંતર્ગત જિલ્લા કલેકટર દ્વારા ડી ગ્રેડમાં સમાવેશ 100 થી વધુ પ્રાથમિક શાળાના આચાર્યોને તાલીમ આપવાનો આદેશ કરાયો છે.


જિલ્લા કલેકટર બંછાનિધિ પાની દ્વારા નબળી ગુણવત્તા ધરાવતી ડી ગ્રેડમાં સમાવેશ 100 થી વધુ પ્રાથમિક શાળાઓના આચાર્યોને તાલીમ આપવાનો આદેશ કર્યો છે. આગામી ડિસેમ્બરના અંત સુધીમાં હિંમતનગર ખાતે સીઆરસી, બીઆરસી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની ઉપસ્થિતિમાં આચાર્યોને તાલીમ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,ગત તા.20, 21, 22મી નવેમ્બરના રોજ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી.

શાળામાં ભણતા બાળકોના અભ્યાસ, ભૌતિક સુવિધાઓ તથા શૈક્ષણિક પ્રવૃતિઓનું મોનીટરીંગ અહેવાલ તૈયાર કર્યો હતો. જે દરમિયાન 100 થી વધુ પ્રાથમિક શાળાના આચાર્યો નબળી કામગીરી કરતા હોવાનું માલૂમ પડયુ હતું.

શાળાઓનો ગ્રેડ કયા કારણોસર નીચો
ગુણોત્સવ દરમિયાન વિવિધ અધિકારીઓએ પ્રાથમિક શાળાઓની લીધેલી મુલાકાતમાં આચાર્યો જ શૈક્ષણિક બાબતોથી સંપૂર્ણ માહિતગાર ન હોવાનું માલૂમ પડયુ છે. અભ્યાસક્રમમાં સતત આવી રહેલા ફેરફારથી પણ કેટલાક આચાર્યો અજ્ઞાનતા ધરાવતા હોવાનું માલૂમ પડયુ હતું. આચાર્ય જ નબળા હોય ત્યારે શાળાના ગ્રેડમાં કેવી રીતે સુધારો થઇ શકે, તે અંગે પણ ચિંતા વ્યકત કરવામાં આવી હતી.

No comments