Header Ads

TUESDAY, 16 SEPTEMBER 2014
બીએડ, એમએડનો કોર્સ બે વર્ષનો કરવા વિચારણા શરૂ
૨૦૧૫-૧૬થી નિર્ણય અમલી બને તેવી શક્‍યતા : માનવ સંશાધન વિકાસપ્રધાન સ્‍મળતિ ઇરાની દ્વારા ૨૫૦ યુનિર્વસિટી અધિકારીઓ સાથે બેઠક : ટૂંકમાં નિર્ણય થશે

અત્‍યારે બીએડનો અભ્‍યાસક્રમ એક વર્ષનો છે જેને આગામી વર્ષોમાં વધારીને બે વર્ષનો કરવા માટે હિલચાલ હાથ ધરવામાં આવી છે. આ અંગે ટૂંક સમયમાં ચર્ચા વિચારણા બાદ યોગ્‍ય નિર્ણય કરવામાં આવનાર છે. આ અંગે ચર્ચા કરવા માનવ સંસાધન મંત્રી સ્‍મળતિ ઈરાનીએ તાજેતરમાં ૨૫૦ યુનિર્વસિટીઓમાં બેઠક યોજી હતી જે બાદ ટૂંક સમયમાં બીએડના અભ્‍યાસક્રમને બે વર્ષનો કરવા માટે નિર્ણય કરાયો છે.
   વાઈશ ચાલ્‍સરોના સાથેની બેઠકમાં સ્‍મળતિ ઈરાનીએ બીએડના અભ્‍યાસક્રમને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરી હતી. અત્‍યારે દેશભરની યુનિર્વસિટીઓમાં ચાલતો બીએડ, એમએડનો અભ્‍યાસક્રમ શિક્ષકોની તાલીમ પુરતો નથી તેવો મત વાઈસ ચાન્‍સલેર્સે રજુ કર્યો હતો. આ બેઠકમાં હાજર રહેનાર એક વાઈસ ચાઈન્‍સલે જણાવ્‍યું હતું કે આ બંને મુદ્દા પર સર્વાનુમતે સંમતિ સધાઈ હતી અને હવે શિક્ષકના પ્રશિક્ષણ કાર્યક્રમો યુનિર્વસિટીના દાયરામાં લાવવા તેમજ બીએડ અને એમએડના અભ્‍યાસક્રમોની સમયાવધી એક વર્ષથી વધારીને બે વર્ષની કરવા બાબતે પણ સર્વાનુમતે સધાઈ હતી. જુલાઈમાં નેશનલ કાઉન્‍સિલ ફોર ટીચર્સ એજ્‍યુકેશન દ્વારા ગઠીત સમિતિએ આ એક્‍સટેન્‍શનનો અમલ પાંચ વર્ષના સમયગાળામાં કરવો જોઈએ અને તેની શરૂઆત શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬થી કરીને તેની સમાપ્તિ ૨૦૧૯-૨૦માં કરવી જોઈએ એવું સુચન કર્યું હતું. પુનમ બત્રા કમિટીએ પણ સમાજવિદ્યા, વિજ્ઞાન અને હ્યુમેનિટિસમાં બહુલક્ષી અભ્‍યાસક્રમો ઓફર કરવા શિક્ષકોની શૈક્ષણિક સંસ્‍થાઓને આદેશ કર્યો હતો. શિક્ષકોના શિક્ષણ અને પ્રશિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એનસીટીએ પ્રશિક્ષણ અભ્‍યાસક્રમના મુલ્‍યા